Posts

તારે કામ કરવાની શી જરૂર છે?

    તારે કામ કરવાની શી જરૂર છે ?         તારે કામ કરવાની શી જરૂર છે ? રોહને , રાધાને કહ્યું. હું કમાઉ છુ , એમાથી આપણું ઘર બરાબર ચાલે તો છે. અરે મારો શોખ છે , જેને હું વ્યવસાયમાં ફેરવવા માંગુ છુ , તમારી પાસેથી માત્ર થોડી મદદની અપેક્ષા રાખું છુ. રાધાએ શાંત ચિતે કહ્યું.   એ શકય નહી બને , રોહને કહ્યું.   કેમ ? રાધાએ પૂંછયું બસ મે ના પાડી એટલે રોહને એકદમ ગુસ્સા સાથે કહ્યું ’ .   તું હું પણ કાલથી ઘરનું કામ નહી કરું , રાધાએ પણ ગુસ્સા સાથે કહ્યું.   બંનેના ઝઘડાનો અવાજ , પાડોશમાં બેસીને આવેલા શાંતા-બા એ સાંભળી લીધો.   બાને આવતા જોઈ , બંને ચૂપ થઈ ગયા.   અરે શું થયું ? આમ કેમ એકબીજા પર રાડો નાખો છો ?   આ ઘરનું કામ પડતું મૂકીને રાધાને બહાર કમાવવા જાવું છે. પણ હું તેને ના પાડી રહ્યો છુ.   કેમ ? બા એ પૂંછયું.   અરે બા એ કમાવવા લાગશે , તો આ ઘરને અને છોકરાવને કોણ સંભાળશે ? કેમ તું મદદ ના કરી શકે ? રાધાએ વચ્ચે બોલતા કહ્યું.   ના ન કરી શકું , હવે કાઈ. રોહને રાડ નાખીને કહ્યું.   અરે આ શું ? આવી રીતે પ્રશ્નનો ઉકેલ લવાય ? બાએ કહ્યું. પણ બા એ સમજતી જ નથી ,

શું જોઈએ છીએ?

  શું જોઈએ છીએ ? આરાધના તારે... અક્ષય પુંછી રહ્યો હતો . મે તને આપવું જોઈએ એ બધુ જ તો આપ્યું છે. બંગલો , ગાડી , નોકર - ચાકર , વગેરે વગેરે. તું માંગે એ બધુ જ હાજર થઈ જાય છે. તું આંગળી રાખી દે , એ વસ્તુઓ તારા માટે હાજર રાખું છુ . તને ખબર નથી , તારા જેવુ જીવન જીવવા અસંખ્ય સ્ત્રીઓ તડપતી હોય છે. અને તને એ જીવન મળ્યું છે , તો કદર નથી. જવાબ તો આપ , કેમ ચૂપચાપ ઊભી છો ? તારું મૌન મને અકળાવી રહ્યું છે.    મારે થોડી સ્વ-તંત્રતા જોઈએ છે , એટલું બોલી તે બંધ બારી ખોલી બહારની ઠંડકને શ્વાસમાં ભરી લેવા ઊંડા શ્વાસ લેવા લાગી....