શું જોઈએ છીએ?

 

શું જોઈએ છીએ? આરાધના તારે... અક્ષય પુંછી રહ્યો હતો. મે તને આપવું જોઈએ એ બધુ જ તો આપ્યું છે. બંગલો, ગાડી, નોકર-ચાકર, વગેરે વગેરે. તું માંગે એ બધુ જ હાજર થઈ જાય છે. તું આંગળી રાખી દે, એ વસ્તુઓ તારા માટે હાજર રાખું છુ. તને ખબર નથી, તારા જેવુ જીવન જીવવા અસંખ્ય સ્ત્રીઓ તડપતી હોય છે. અને તને એ જીવન મળ્યું છે, તો કદર નથી. જવાબ તો આપ, કેમ ચૂપચાપ ઊભી છો? તારું મૌન મને અકળાવી રહ્યું છે.

   મારે થોડી સ્વ-તંત્રતા જોઈએ છે, એટલું બોલી તે બંધ બારી ખોલી બહારની ઠંડકને શ્વાસમાં ભરી લેવા ઊંડા શ્વાસ લેવા લાગી....

Comments

Popular posts from this blog

તારે કામ કરવાની શી જરૂર છે?